ડીસામાં રાત્રે આઇસર ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવાચાલક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઘટનાને પગલે લોકો ટોળેટોળા ઉમટ્યા હતા..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાની સોમનાથ સોસાયટીમાં રહેતા સંગીતા બેન સોની સાંજના સમયે તેમનું એકટીવા લઈને બજારમાં ખરીદી અર્થે ગયા હતા, તેમજ તેઓ બગીચા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે વી.જે પટેલ શાક માર્કેટમાંથી શાકભાજી ભરીને પસાર થઈ રહેલા આઇસર ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં મહિલા એકટીવા અને ટ્રક વચ્ચે ફસાઈ જતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, ઘટના ને પગલે આજુ બાજુના લોકોને એકઠા થઈ ગયા હતા..

સ્થાનિક લોકોએ તરત જ રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, અકસ્માત ને પગલે શહેર ટ્રાફિક પોલીસ પણ તરત જ આવી પહોંચી હતી અને અકસ્માત ગ્રસ્ત એક્ટીવા અને ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો..