બનાસકાંઠા જીલ્લામાં ડીસા પંથકમાં ખેડૂતે વ્યાજખોર વેવાઇ સામે ફરિયાદ કરી છે કે  3.50 લાખની સામે વ્યાજ સાથે 5.6 લાખ ચૂકવ્યા છતાં અપાઇ જાનથી મારી નાખવાની ધમકી. પ્રાપ્ત અહેવાલ અનુસાર ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને 2014 માં ખેતરમાં મકાન બનાવવા માટે પૈસાની જરૂર પડતા. તેમણે તેમના વેવાઈ પાસેથી રૂપિયા 3.50 લાખ બેન્ક વ્યાજે લીધા હતા. તથા તે સમયે તેમણે સિક્યુરિટી માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેક પણ આપ્યા હતા. ત્યાર બાદ ખેડૂતે બટાટા અને ટેટી વેચી વ્યાજ સાથે  રકમ પરત ચૂકવી દીધી હતી અને અત્યાર સુધીમાં તેમણે પોતાના વેવાઈને રૂપિયા 5.6 લાખ ચુકવી દીધા હતા. તેમ છતાં પણ તેમના વેવાઈએ કોઈપણ પ્રકારનો સાચો હિસાબ નકરી ઉઘરાણી ચાલુ રાખી હતી અને સિક્યુરિટી પેટે આપેલા ચેક બેંકમાં નાખી ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળેલા ખેડૂતે તેમના વેવાઈ સામે જ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.