આચાર્ય જગમાલભાઈ પિઠીયા ને રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે સન્માન કરવામાં આવ્યા
માંગરોળ તાલુકાના નાંદરખી પ્રાથમિક શાળામા ફરજ બજાવતા આચાર્ય જગમાલભાઈ પિઠીયા ને રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન તાજેતરમાં વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી પ્રાથમિક શાળાના જગમાલભાઈ પિઠીયા ને તેમની વિશિષ્ટ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને સન્માનિત કરવામાં આવ્યા છે આ શિક્ષકને અગાઉ પણ તેમની વિશિષ્ટ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને પાંચ એવોર્ડ એનાયત થયેલ છે આ સન્માન મેળવનાર જુનાગઢ જિલ્લાના જગમાલભાઈ પિઠીયા માત્ર એક જ શિક્ષક છે જે જુનાગઢ જિલ્લાનું ગૌરવ ગણી શકાય આ સિદ્ધિ બદલ જીલાની વેલફેર ટ્રસ્ટ નાદરખી તથા નાંદરખી ગામ એસ એમ સી કમીટી તથા શિક્ષક ગણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા
અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ