દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી સફળ રેઈડો કરવા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે રામપરા ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂ.૧૩,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

(૧) જીવણાભાઇ ટપુભાઇ રામ ઉ.વ- ૫૯, ધંધો- ખેતી, રે, રામપરા- ૨, તા- રાજુલા,જી- અમરેલી,

(૨) રૂખડભાઇ રામભાઇ પટાટ ઉ.વ- ૪૭, ધંધો- પ્રા.નોકરી, રે. રામપરા-૨, તા- રાજુલા, જી- અમરેલી,

મળી આવેલ મુદામાલઃ-

રોકડા રૂ.૧૩,૭૧૦/- તથા ગંજીપતાના પાના નંગ- ૫૨ કિ.રૂ- ૦૦/- મળી કુલ કિ.રૂ-૧૩,૭૧૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા. નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા અના.એ.એસ.આઇ. હિંમતભાઈ રાઠોડ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા રામભાઇ મેપાળ તથા કુલદિપસિંહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.