ડીસાના ભોયણ રેલવે ફાટક પાસે આજે પાલનપુરથી ગાંધીધામ તરફ માલગાડી ટ્રેન જઈ રહી હતી અને ડીસા તાલુકાના ભોયણ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક એક મહિલા અને બાળકી ટ્રેનના પાછળના ભાગે અચાનક અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેન નીચે કચડાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા-પુત્રી બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા જ માલગાડી થોભાવી દેવામાં આવી હતી જ્યારે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ ભીલડી પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતા આ મહિલા ભોપાનગર વિસ્તારમાં રહેતી અને ગ્રામ્ય વિસ્તારોમાં બંગડી, બુટ્ટી, બિંદીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતી 32 વર્ષીય જ્યોત્સનાબેન ગવારીયા હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ તે બે દીકરીઓની માતા હતી. જ્યારે આજે ટ્રેનની અડફેટે આવી જતા જ્યોત્સનાબેન અને તેમની એક વર્ષેની પુત્રી લક્ષ્મીનું મોત નીપજ્યું હતું. જેથી ભીલડી પોલીસે બંને મૃતકોની લાશને ડીસાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: 'PM Modi आदमी को चांद पर भेजने की कोशिश कर रहे हैं, और कांग्रेस- Amit Shah
Lok Sabha Election: 'PM Modi आदमी को चांद पर भेजने की कोशिश कर रहे हैं, और कांग्रेस- Amit Shah
MG New Cars: एमजी इस साल लॉन्च करेगी दो नई गाड़ियां, जानें पूरी डिटेल
भारतीय बाजार में लगातार विदेशी कंपनियों की कारों और एसयूवी को पसंद किया जा रहा है। ऐसे में...
Oppo Reno 12 5G: 5000mAh बैटरी और कई दमदार फीचर्स के साथ आएगा ओप्पो का ये फोन
जानी मानी स्मार्टफोन कंपनी Oppo अपने कस्टमर्स के लिए नए फोन लाने की तैयारी कर रही है। हम oppo...