પાલનપુરમાં ચાલિસા મહોત્સવ ની સમાપન વિધી ની ધામધૂમથી ઉજવણી માં મોટી સંખ્યામાં માં ભાવિકો ઉમટી પડ્યા.....
પાલનપુર ખાતે 40 દિવસની ઉપાસના બાદ હર્ષ ઉલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું પાલનપુર સિંધી સમાજ દ્વારા સવારે ઝુલેલાલ મંદિર સીટીલાઈટ ખાતે 56 ભોગ, મહાઆરતી અને મહાપ્રસાદ કરવામાં આવ્યો તે પછી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જૂલેલાલ ભગવાનની સવારી પાલનપુરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરીને લીલાશાહ મહારાજની કુટીયા પર પહોંચી ત્યાં કુટીયા ના સેવાદારો દ્વારા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી સાંજે લીલાશાહ મહારાજની કુટીયા પર પાલનપુર સિંધી સમાજ દ્વારા ભૈરાણા સાહેબ અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તથાઝુલેલાલ મંદિર સીટીલાઈટ ના સેવાદારો દ્વારા 40 દિવસ સુધી સેવા આપી હતી
 
  
  
  
   
  