પાવીજેતપુરથી રંગલી ચોકડી રોડ પર બે કિલોમીટર ટ્રાફિક જામ, વહીવટીતંત્રની આંખો ખોલવા માટે લાલબત્તી સમાન

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

       પાવીજેતપુર થી રંગલી ચોકડી રોડ પર આજે બપોરે બે કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. વહીવટીતંત્ર માટે આ ટ્રાફિક કામ લાલબત્તી સમાન છે.

      છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ૫૬ ઉપર શિહોદ પાસે ભારજ નદીના પુલનો એક પિલર બેસી જવાની ઘટના બનતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પુલ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અને આ રોડ પરનો ટ્રાફિક પાવીજેતપુર થી રંગલી ચોકડી થઈને મોડાસર ચોકડી થઈને બોડેલી રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.આ રોડ સાંકડો હોવાને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે.

     આજે બપોરે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં ભેંસાવહી થી થોડેક દૂર ચુડેલ ગામે એક મોટું ટ્રેલર રોડ પર બગડી ગયું હતું જેને લઇને બીજી ટ્રક કાઢવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી, તેવા સમયે એક અન્ય ટ્રકના ચાલકે પોતાની ટ્રક કાઢવા માટે રોડની બાજુમાં ઉતારીને પ્રયત્ન કરતા રોડની બાજુમાં ફસાઈ ગઈ હતી અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ રસ્તો બંધ થયા બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં ટ્રક, એસ.ટી.બસ જેવા ભારદારી અને પેસેન્જર વાહનો અટવાઈ ગયા હતા. એસ.ટી.બસના પેસેન્જરોને ચાર કિલોમીટર ચાલીને પાવીજેતપુર આવવાની ફરજ પડી હતી, જ્યારે પાવીજેતપુરના તરફથી રંગલી તરફ જતી એસ.ટી.બસો તેમજ ટ્રકો પાવીજેતપુરથી જ આગળ જઈ શકી ન હતી. વહીવટીતંત્ર પાસે પુલની બાજુમાં જ ડાયવર્ઝન બનાવવા માટે ધારાસભ્ય, સાંસદ અને લોકોએ વારંવાર માંગ કરી છે. તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી.અને ૨૭ દિવસ બાદ પણ હજુ કોઈ નિર્ણય લઈ શક્યા નથી. અને લોકોને ફેરાવાની સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.અને આ જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં રસ્તો ખૂબ સાંકળો અને ખરાબ થઈ જવાને કારણે વાહનો બગડવા અને ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામ થવાની ઘટનામાં વધારો થતાં રસ્તો વારંવાર બંધ થવાની ઘટનાઓ જોવા મળશે.અને તેનો ભોગ જીલ્લાની જનતા બનશે તેવું જણાઈ રહ્યું છે.

        આમ,પાવીજેતપુરના ચુડેલ ગામે રોડ ઉપર બે ભારદારી ટ્રકો ફસાઈ જતા ડાયવર્ઝન રસ્તો બંધ થઈ જતા જનતાને ભારે હાલાકી

નો સામનો કરવો પડ્યો હતો. 

બે કલાક બાદ બંધ થયેલી ટ્રક ચાલુ થતા ટ્રાફિક હળવો થયો હતો.