પાલનપુરના ખારાવાસ વિસ્તારમાંથી ગુરુવારે પોલીસે શંકાસ્પદ ગૌમાંસ ભરેલી રિક્ષા ઝડપી લીધી હતી. જેમાંથી 155.500 કિ.ગ્રા.માંસ કબ્જે લઈ એફ.એસ.એલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યું હતું. તેમજ રિક્ષા ચાલક અને તેની આગળ પાયલોટિંગ કરતા બે શખ્સોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો.
પાલનપુર પૂર્વ પીઆઇ એસ. કે. પરમારે ટીમ સાથે ખારાવાસના નાકે વોચ ગોઠવી હતી. જ્યાં આવેલી રિક્ષા નંબર જીજે-08 ઝેડ 4232ને ઉભી રખાવી તપાસ કરતાં અંદરથી શંકાસ્પદ ગૌમાંસ રૂપિયા 15500નું 155.500 મળી આવ્યું હતું. આ અંગે ઓટોરિક્ષા રૂ. 80,000 એક્સેસ સ્કુટર રૂ.25,000, ત્રણ મોબાઇલ રૂ. 14,000, તથા છરા,ચપ્પુ સળીયો રૂપિયા 210 મળી કુલ રૂપિયા 1,34,710 નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધો હતો. અને સ્કુટર ઉપર પાયલોટીંગ કરતા મોહસીન ઇસ્માઇલભાઇ બેલીમ (રહે. નાનીબજાર પાલનપુર) મુઝફફરહુસેન અબ્દુલરહીમ બેલીમ અને રિક્ષા ચાલક શાહરૂખ પ્રકાશભાઇ મીરની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.