ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર ખાતે ફળ અને શાકભાજી અંગે ની કાર્યશાળા યોજાઈ હતી.
આ " કાર્યશાળા" ડો.અરજણભાઇ જેઠવા, મદદનીશ સંશોધન, વૈજ્ઞાનિકશ્રી, શાકભાજી સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષી વિશ્વ વિદ્યાલય, જુનાગઢ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જેમાં ડો. કણજરીયા , પ્રોફેસર બાગાયત કોલેજ, કૃષિ વિશ્વ વિદ્યાલય જુનાગઢ, ડો.જી.એસ.વાળા, મુખ્ય વૈજ્ઞાનિક તેમજ શ્રીરાકેશભાઈ કાપડીયા, કૃષિ અધિકારી, કૃષિ સંશોધન કેન્દ્ર, મહુવા શ્રીવિનીતભાઈ સવાની, વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સનોસરા, શ્રીમેહુલભાઈ ભટ્ટ, મદદનીશ બાગાયત અધિકારી, બાગાયત કચેરી, મહુવા અને શ્રીસંજયભાઈ ભાવસાર, નિયામકશ્રી, ગ્રામ સેવા કેન્દ્ર, ખડસલી હાજર રહ્યા હતાં. આ કાર્યશાળામાં મહુવા અને સાવરકુંડલા તાલુકાના કુલ ૭૫ શાકભાજી અને બાગાયત કરતા ખેડુતો હાજર રહી વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યશાળાને સફળ બનાવવા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, કલસાર ના શ્રીરાજેશભાઈ પટેલ અને તેમની ટીમે ખુબજ જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા