હાલોલ શહેરના પાવાગઢ રોડ પર કાળીભોય ખાતે સરકારી પ્રાથમિક શાળા તેમજ સરકારી આંગણવાડી આવેલી છે જે બન્નેની સરકારી મકાનોની આસપાસના વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં સ્થાનિક ઈસમો દ્વારા કાચા પાકા પતરાવાળા ત્રણથી ચાર જેટલા  મકાનો ઊભા કરી ગેરકાયદેસરનું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું જેમાં આ સ્થળે સરકારી પ્રાથમિક શાળાના નવનીકરણની કામગીરી હાથ ધરી સરકારી પ્રાથમિક શાળાના વિભાગને વધુ વિસ્તારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાને કારણે શાળાની જોડે સરકારી પડતર જમીનમાં ઊભા કરાયેલા આ કાચા પાકા પતરાવાળા મકાનોના દબાણો સ્વેચ્છીક રીતે હટાવી લેવા માટે હાલોલ નગરપાલિકા દ્વારા ગત દિવસોમાં આ દબાણો ધરાવતા ઈસમોને સૂચના આપી હોવા છતાં આજ દિન સુધી આ કાચા પાકા પતરાવાળા મકાનોના ઉભા કરાયેલા દબાણોને હટાવવામાં ના આવતા આજરોજ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની અધ્યક્ષતામાં હાલોલ નગરપાલિકાની દબાણ ટીમના કર્મચારીઓએ જેસીબી મશીનની મદદથી આ તમામ  ચાર જેટલા કાચા પાકા પતરાવાળા મકાનોના દબાણોનો સફાયો બોલાવી તોડી પાડ્યા હતા અને આગામી દિવસોમાં આ દબાણો હટાવી ખુલ્લી કરાયેલી જગ્યામાં સરકારી પ્રાથમિક શાળાનો નવીન ભાગ વિસ્તારવામાં આવશે તેવી માહિતી વિશ્વસનીય સુત્રો પાસેથી મળવા પામી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं