ડીસામાં રેશનીંગ ના દુકાન ધારકોએ આજે ગ્રામ્ય મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી આગામી માસનો રેશનીંગનો જથ્થો ન ઉપાડવાની ચીમકી આપી છે..

સરકાર દ્વારા કરવામાં આવતા સસ્તા અનાજ ના પુરવઠાનું વિતરણ કરતા રેશનીંગ ના દુકાન ધારકોના પડતર પ્રશ્નોની માંગણીઓ ને લઈ રાજ્ય ના બંને એસોસિએશન દ્વારા અવાર નવાર સરકાર સાથે ચર્ચા બેઠકો યોજાઈ હતી..

પરંતુ આ બેઠકો નો કોઈ નિવેડો ન આવતા તારીખ 1 ઓગસ્ટના રોજ ડીલરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ પુરવઠા મંત્રી સાથે પણ બેઠક યોજી હતી..

જેમાં સરકારે કમિટમેન્ટ પણ કર્યું હતું, જો કે હજુ સુધી તેમની માંગણીઓ ના સંતોષાતા રાજ્યના પુરવઠા ડીલરો ના બંને એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર 2023 નો જથ્થો ન ઉપાડવાનું ન ઉતારવાનું નક્કી કરાયું હતું..

જે મુજબ એસોસિયેશન ના આદેશ અપાયા બાદ આજે ડીસા તાલુકા ફેર પ્રાઇઝ શોપ્સ એસોસિએશન દ્વારા રાજ્યના બંને એસોસિએશન નું સમર્થન કરી ડીસા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું..

જેમાં કોઈપણ દુકાનદાર સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે ઉતારશે નહીં અને વિતરણ પણ કરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી..