યાત્રાધામ અંબાજી ખાતે યોજાવનાર 2023 ભાદરવી પૂનમનો મહામેળા ને લઈને તાલુકા પંચાયત દ્વારા અલગ અલગ સ્ટોલની જાહેર હરાજીની શરૂઆત કરાઈ.....

     યાત્રાધામ અંબાજી ખાતે આવનાર તારીખ 23/9/2023 થી તારીખ 29/9/2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેલો યોજનાર છે. આ મેળા દરમિયાન અંબાજી ના જાહેર રોડ ઉપર ખુલ્લા પ્લોટો ની હંગામી જાહેર હરાજી થતી હોય છે. જેમાં અલગ અલગ સ્ટોલો લગાવવા મા આવતા હોય છે. જેમાં પ્રસાદ, ફૂડ, જનરલ, સરકારી વિભાગ સહિતના સખી મંડળો ના સ્ટૉલો માટે જાહેર હરાજી થતી હોય છે. જેથી અંબાજી મહામેલા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઈભક્તો ને તમામ સુવિધાઓ કોઈપણ અગવડતા વગર મળતી રહે તે હેતુથી તાલુકા પંચાયત દ્વારા અંબાજી ના જાહેર માર્ગો પર સ્ટોલો ની હરાજી કરવામાં આવી છે.

   અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2023 માં જાહેર માર્ગો પર ખુલ્લા પ્લોટો ની હરાજી ની શરૂઆત આજે દીપ પ્રજ્જલિત કરી શરૂ કરી હતી. હરાજી ના સ્થળે બનાસકાંઠા જિલ્લા ના વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતા.હરાજી ની શરૂઆત પેહલા હરાજી ના સ્ટોલ ના નિયમ શરતો જણાવવા મા આવી હતી. યાત્રાધામ અંબાજીમાં મહા મેળા અંગે થયેલી સ્ટોલો ની હરાજી મા પ્રથમ વખત હરાજી ની રકમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આપવામાં આવશે અને તેનો ઉપયોગ મહામેળામાં યાત્રિકોની સુવિધા અને મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે.અંબાજી મહા મેળો 2023 પરિપૂર્ણ થયા બાદ તારીખ 30/9/2023 ના રોજ હરાજીમાં આપેલા પ્લોટો ખાલી કરી પરત આપવાના રહેશે.