ધાનેરા તાલુકાના વાછડાલ ગામે ઉમંગ મોલ અને બનાસ બેંકના એટીએમ નો બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે ઉમંગ મોલ બનાવાય છે જેથી પશુપાલકો લોકોને વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી દરેક ગામમાં ઉમંગ મોલ બનાવાય છે જ્યારે પશુપાલકોના ખાતામાં સીધી રકમ આવે અન્ય કોઈ જગ્યાએ તેમને તકલીફ ન પડે અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પૈસા સીધા તેમના ખાતામાં જાય તે હેતુથી બનાસ બેંકની દરેક ગામમાં શાખા નાખવાની યોજના છે જ્યારે મોટા ભાગના ગામડાઓમાં એટીએમ પણ કાર્યરત કરવાની બનાસ ડેરીની વ્યવસ્થા છે ત્યારે આજે ધાનેરાના વાછડા લગામે ઉમંગ મોલ અને એટીએમ નું લોકાર્પણ કરી અને આગામી સમયમાં આ વ્યવસ્થાને મજબૂત બનાવવા છે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરી એ જણાવ્યું હતું