સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે ભરવાડ સમાજ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવ્યા...
સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડા ચીખલી ગામમાં ભરવાડ સમાજના યુવાન નિલેશભાઈ ગમારા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પ્રયત્ને સફળ કરી અને પોતાના વતન પરત ફરી ગામ દ્વારા ભવયાતી ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા. લોકો દ્વારા ડીજે સાથે આખા ગામમાં ભવ્ય ત્રિરંગા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા આહીર સમાજ ની વાડીમાં ભવ્ય સન્માન સમારોહ ગોઠવવામાં આવેલ હતો ગામના તેમજ કુટુંબ અગ્રણીઓ દ્વારા નિલેશભાઈ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ના તમામ લોકોને તેમજ બહારથી આવેલ તમામ મહેમાનો સાથે ભોજન સમારંભનો પણ આયોજન કરવામાં આવેલ હતો. તેમજ ઠાકર બાપા ની જ્યોતનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ તકે ઉપસ્થિત તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ સરપંચની ઉપસ્થિત રહી ગામના યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું દેશની આનબાન શાન માટે યુવાનો આર્મીમાં જોડાઈ અને ગામનું નામ અને દેશનું નામ રોશન કરે તેવી હર્ષ અને ખુશી ની લાગણીઓ વ્યક્ત કરી..
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા