ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે એક આઘેડ વયની મનોરોગી મહિલા અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળતા આ મહિલાની મદદ કરી તેને સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડવાની ભાવના સાથે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરતા 181 અભયમ મહિલા હેલ્પ લાઇન હાલોલની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ધનેશ્વર ખાતે દોડી આવી હતી ને આમ તેમ રસ્તા પર ફરી હેરાન પરેશાન થતી આઘેડ વયની મનોરોગી મહિલાને સમજાવી સાંત્વના પાઠવી તેઓને પોતાના વાહનમાં બેસાડી સખી વન સ્ટોપ ગોધરા ખાતે સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડી 181 મહિલા અભયમ હાલોલની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી હતી જેમાં આ ફોટાવાળી આઘેડ વયની મહિલાને જો કોઈ ઓળખતું હોય કે તેઓના વિશે કોઈની પાસે કોઈ પણ પ્રકારની જાણકારી હોય તો 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેમાં આ મનોરોગી મહિલાને તેઓના પરિવારજનો સુધી પહોંચાડી શકાય તેવી વિનંતી 181 અભય મહિલા હેલ્પ લાઇન હાલોલની ટીમ દ્વારા કરાઈ છે.
181 અભયમ હાલોલ ટીમની પ્રશંસનીય કામગીરી, ધનેશ્વર ગામે મનોરોગી આઘેડ મહિલાની મદદે પહોંચી સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/08/nerity_d8ca24f0db353114a45413ffe8e7633c.jpg)