પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા રેલ્વે સ્ટેશન પાસે એક ઇસમ ચોરી/ચળકપટ કરીને કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ ફોન લઇને વેચાણ કરવાના ઇરાદે નીકળેલ હોવાની બાતમી મળતાં

મજકુર ઇસમને ચેક કરતાં તેની પાસેથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૪૨,૦૦૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે C.R.P.C કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે        

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

રવિભાઇ ઉર્ફે ’’બાડીયો’’ ભીખાભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.રાજુલા મફતપરા વડલી રોડ તા.રાજુલા

💫 *શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મોબાઇલ*

(૧) SAMSUNG GALAXY M-14 5G IMEI NO.352950860792522 કિ.રૂ.૧૪,૦૦૦/- 

(૨) SAMSUNG GALAXY A-10 IMEI NO.357872104912200 કિ.રૂ.૫,૦૦૦/- 

(૩) OPPO A-17 K IMEI NO. 860150062748993 કિ.રૂ.૧૦,૦૦૦/- 

(૪) SAMSUNG A-75 IMEI NO.351578104077532 કિ.રૂ.૮,૦૦૦/- 

(૫) ITEL A-49 કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૪૨,૦૦૦/- 

💫 *આરોપીએ આપેલ કબુલાત-*

💫આજથી આશરે એકાદ મહીના પહેલા અમદાવાદ મુકામે ગીતા મંદિર બસ સ્ટેશનમાં બસમાં ચડતી વખતે એક મુસાફરના શર્ટના ઉપરના ખિસ્સામાંથી સેમસંગ કંપનીના મોબાઇલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. 

💫આજથી વીસેક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ધારી મુકામે બસ સ્ટેશનમાં બસમાં ચડતી વખતે એક મુસાફરના શર્ટના ઉપરના ખિસ્સામાંથી સેમસંગ કંપનીના મોબાઇલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

💫આજથી ચારેક મહીના પહેલા અમદાવાદ જિલ્લાના બાવળા મુકામે રવિવારી બજારમાંથી ભીડનો લાભ લઇ એક ગ્રાહકના શર્ટના ઉપરના ખિસ્સામાંથી ઓપો કંપનીના મોબાઇલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

💫આજથી વીસેક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ખાંભા ગામથી આગળ બસમાંથી એક મુસાફરનો સેમસંગ કંપનીનો મોબાઇલ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

💫આજથી આઠેક દિવસ પહેલા ભાવનગર મુકામેથી આઇટેલ કંપનીના મોબાઇલ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

💫 કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક  હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર સી.એસ.કુગસીયા તથા ટાઉન બીટ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા ટાઉન બીટના પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ ગોહિલ તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પ્રતાપભાઇ બાવકુભાઇ મેંગળ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.