(રાહુલ પ્રજાપતિ) અધિક શ્રાવણ પૂરું થયી ગયો છે ત્યારે ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાંથી પસાર થતાં એક હાઈવે નજીકના ખેતરમાં રવિવારે સાંજના સુમારે તીનપત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને સાબરકાંઠા એલસીબીએે બાતમીને આધારે દબોચી લઈ અટકાયત કર્યા બાદ તેમની પાસેથી પોલીસે રૂા.૨૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે લઈ આઠેય વિરૂધ્ધ રવિવારે સાંજે જાદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
એલસીબીના કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચતુરસિંહએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર રવિવારે એલસીબીનો સ્ટાફ જાદર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને એવું જાણવા મળ્યું હતું કે દાવડ ગામની સીમમાંથી પસાર થતાં હાઈવે રોડના પુલીયા નજીક પહાડીયા નામના ખેતરમાં બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો ખુલ્લી જગ્યામાં તીનપત્તી અને હારજીતનો જુગાર રમી રહ્યા છે.
જે આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે જઈ જુગારીઓની ફરતે કોર્ડન કરી લીધી હતી. ત્યારબાદ દાવ પર મૂકાયેલ રૂા. ૩ર૦૦ રોકડા તથા જુગાર રમતા આઠેય જણાની અંગ ઝડતી લઈ તેમની પાસેથી અંદાજે રૂા. ૧૭,૧૦૦ કબજે લીધા હતા. તેમજ ગંજીપાના પણ કબજે લઈ એલસીબીએ આઠેય વિરૂધ્ધ રવિવારે મોડી રાત્રે જાદર પોલીસ સ્ટેશનમાં જુગારધાર ભંગ બ્બદલ ફરીયાદ નોંધાવી આઠેયની અટકાયત કરી લીધી હતી.
(બોક્સ)
કયા જુગારીઓ પકડાયા ?
- ભાવેશસિંહ ઉદેસિંહ ચૌહાણ(રહે. દાવડ)
- સજ્જનજી શંકરજી ચૌહાણ(રહે. માનપુર)
- જીતેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ(રહે. દાવડ)
- સંજયભાઈ કિરીટભાઈ ખરાડી(રહે. બંગ્લા વિસ્તાર ઈડર)
- કિરીટભાઈ સોહનભાઈ શાહ(રહે. બંગ્લા વિસ્તાર ઈડર)
- અજીતસિંહ ઉદેસિંહ ચૌહાણ(રહે. દાવડ)
- વિરેન્દ્રસિંહ નેનસિંહ ચૌહાણ(આરસોડીયા)
- હિતેન્દ્રભાઈ રામજીભાઈ પટેલ(રહે. પોશીના)