પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકા પંથકમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા માટેની કવાયતમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે રાઠોડ અને પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસની ટીમ કામગીરીમાં જોતરાઈ હતી તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ગલાબપુરા ગામે સ્મશાન પાસે આવેલ ખેતરમાં બનાવેલા પતરાના શેડ પાસે ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે ગેસના બોટલ રીફીલિંગ કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો મારી ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીના એલપીજી ગેસના નાના મોટા બોટલોમાં ગેસ રીફિલિંગ કરવાનો કાળા કારોબારનું કૌભાંડ ઝડપી પાડી સ્થળ પરથી અસ્પફાક ફારુક મનસુરી રહે.કસ્બા વિસ્તાર,કાલોલનાઓને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂરલ પોલીસે સ્થળ પરથી નાના મોટા અલગ અલગ કંપનીના ગેસના બોટલ ૦૫ નંગ,ડિજિટલ વજન કાંટો અને ગેસ રીફીલિંગના વાલ્વવાળી પાઇપ મળી કુલ ૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અસ્પાક મન્સૂરી સામે પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.