બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં નગરપાલીકા ની હદમાં વોર્ડ નં. ૯ માં આવેલ સાહીલ પાર્કમાં સોશાઈટીમાં રોડ રસ્તા અને પાયાની જરૂરીયાતો મેળવવા સોશાઈટીના રહીસો દ્વારા ડીસા નગરપાલીકા ચીફ ઓફીશર, નાયબ કલેકટર અન ધારાસભ્ય ને આવેદન પત્ર આપી તેના દ્વારા જણાવવાયુ હતુ કે સાહીલ પાર્કમાં ભુગર્ભ ગટર બન્યાને પણ વર્ષો વિતીગયા છતાય ખાડા ટેકરા વાળા કાચા ખર્બચડા રોડ રસ્તા છે, તથા અન્ય પાયાની સુવીધાઓ થી વંચીત છે તેઓને અનેક વખત ઓન પેપર સાહીલ પાર્કના સી.સી રોડ પાસ થઇ ગયા છે તેમ બતાવી બીજી જગ્યાએ અગાઉ બનેલા પાકા રોડ ઉપર બીજા રોડ બનાવી નાખેલ તથા હાલ સોશાઈટીના નાકા સુધી સી.સી રોડ પાસ થઇ ગયેલ છે, ત્યારે તેમાં પણ સાહીલ પાર્કને બાકાત રખાતા તેના લીધે વોર્ડ નં. ૯ ના સત્તાધીસો સાહીલ પાર્ક સોશાઈટીને પ્રત્યે જાણી જોઈ હસદ રાખી સોશાઈટીને પાયાના કામોથી વંચીત રાખતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ નજર સમક્ષ આવે છે જેના પગલે હાલ યોજાયેલ પેટા ચુંટણીમાં સાહીલ પાર્કના મતદાતાઓ દ્વારા મતનો બહીસ્કાર કર્યા બાદ ન્યાય નહી મળે ત્યાં સુધી નગરપાલીકાનો વેરો નહી ભરી કાનુનનો સહારો લેવાની ચીમકી પણ અપાઈ હતી ઉલ્લેખનિય છે કે જી.ઇ.બી સ્ટેશનની પાછળ અને વિવેકાનંદ હાઇસ્કુલની પાસે આવેલ સાહીલ પાર્ક સોસાયટીના રહીસોમાં મોટાભાગના લોકો નોકરિયાત તથા વેપારી વર્ગના છે અને બઝારમાં વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ખુબજ સાંતી પ્રિય હોવાની છબી ધરાવે છે તથા ભુતકાળમાં તમામ ટેક્ષ સમયસર ચૂકવતા પણ આવ્યા છે,