ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીર શહીદોની વીર ગાથાને યાદ કરી તેઓના માન સન્માનમાં શીલા ફ્લકમ તકતીને તાલુકા પંચાયતની કચેરીના પ્રાંગણમાં સ્થાપિત કરી અનાવરણ કરવાના આવ્યું હતું જ્યારે  વસુંધરા વંદન, સેલ્ફી ફોટો, કળશ માટી યાત્રા અને ધ્વજ વંદન - રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું  જ્યારે દેશના વીર જવાનોના પરિવારજનોનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ છેલુભાઈ રાઠવા સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. વિવિધ ગામોમાંથી આવેલ માટી કળશનુ તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબાના  માટી કળશનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા