પાટડી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતો 27 વર્ષનો યુવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયા હોમગાર્ડની નાઈટ ડ્યુટીમાં ફરજ પર હાજર હતો ત્યારે પાટડી પાંચાણી વાસના નાકે આવેલા રામદેવપીરના મંદિર પાસે મંદિરમાં સીરીઝનું કામ કરી રહેલા ઠાકોર સમાજના યુવાનો પાસે વાત કરવા ઉભો હતો. ત્યારે કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલાએ ત્યાં ઉભેલા માણસોને ગાળો બોલવા લાગ્યા હતા.આથી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ આ બંનેને ગાળો બોલવાની ના પડતા બંને જણાએ એકદમ ઉશ્કેરાઇ જઈને ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનને ગાળો આપી તને પીએસઆઇની હવા છે અને વર્ધીની હવા હોય તો કાઢી નાખજે એમ કહી ઢીંકાપાટુનો માર મારી ગાલ પર બેથી ત્રણ ફડાકા ઝીંકી દઈ હોમગાર્ડ જવાનનો શર્ટ પકડી ઉપરના બે બટન તોડી નાખવાની સાથે જતા જતા આ બાબતે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં જતા રહ્યા હતા. આ બાબતે પાટડી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ પાટડીના નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યાં છે.