થાન રોડ પર આવેલી જોલી મીલમાં કામ કરતા રાજસ્થાની યુવાનનું મૃત્યુ થયુ હતુ. આ બનાવમાં મૃતકના તેમના પરિવાર દ્વારા રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત પ્રમાણે રાજસ્થાનના સિંગરાકા તાલુકો ગોવિંદગઢ જિલ્લા અલવર રાજસ્થાન ના વતની રામપ્રસાદ મેઘવાળ જોલી મીલમાં મજૂરીકામ કરતો હતો. કોઈ કારણોસર તેનું મૃત્યુ થતાં પરિવારે મૃત દેહ સ્વીકારવાની ના પાડતા રાજસ્થાન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ ની તપાસ સુરેન્દ્રનગર એસપી ઓફિસે આપતા ત્યાંથી ચોટીલા પોલીસને તપાસ આપવામાં આવી હતી.રામપ્રસાદ મેઘવારના ભાઈ રાકેશ હીરાલાલ મેઘવાળ ફરિયાદ કરી હતી. કે તેમના ભાઈ થોડા દિવસ પહેલા વતન આવવા 2000 રૂપિયાની માંગણી કરી હતી ચોટીલા રામપ્રસાદના કોન્ટ્રાક્ટર શાહબુદ્દીન અને ઇમરાન ખાન અને સુબદીખાન અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગોવિંદગઢ પોલીસ સ્ટેશન રાજસ્થાન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રામપ્રસાદ મેઘવાળ ને મારામારી કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હોવાનું જણાવીને ફરિયાદ દાખલ કરાઈ છે.