લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.