એડી.જ્યુડી.મેજી.ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતા કેસના કામે આરોપી કનકભાઈ ગુણવંતભાઈ પરમાર આરોપીને હાજર થવા માટે ફરમાવવામાં આવ્યું છે.જે મુજબ આરોપી કનકભાઈ ગુણવંતભાઈ પરમારે શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે કનકભાઈ ગુણવંતભાઈ પરમાર રહેવાસી ભલગામડા ગેટ, વાલ્મિકી વાસ-2, લીંબડી, જિ- સુરેન્દ્રનગર મળી આવતા નથી, અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે. આથી આ જાહેરનામું કાઢીને કનકભાઈ પરમારને મુદત તારીખ 6-9-2023 સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા તાકીદ કરાઇ છે.