કાલોલ  નગરમાં સક્રિય બનેલ ગૌ તસ્કરો પોલીસ ની પકડ મા આવી રહ્યા છે સૂપેડા હોસ્પિટલ સામેના ગૌ તસ્કરો કાલોલ પોલીસે ઝડપી લીધા બાદ ગત તા ૦૯/૦૧/૨૪ ની રાત્રી ના અંધકાર મા મહેશનગર શંકરનગર સોસાયટી થી મહારાષ્ટ્ર પાર્સીંગ ની કાળા કલરની કાર લઈ આવી સોસાયટી મા થી ગાય ને ઉઠાવી જાય છે તે દરમ્યાન સ્થાનીક રહીશ જાગી જતા આસપાસ ના રહીશો ને ફોન કરતા બીજી ગાય લીધા વિના ગૌ તસ્કરો ભાગી ગયા હતા અને સ્થાનિક રહીશને લાકડી બતાવી ચૂપ રહેવાનો ઈશારો પણ ગૌ તસ્કર કરતો હતો સમગ્ર ધટના નજીકના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે સ્થાનીક ગૌ રક્ષક કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા નોંધાઈ હતી જે ફરિયાદ આધારે અને સીસીટીવી મા દેખાતી કાળા કલરની કાર નો નંબર ને આધારે જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એન એલ દેસાઈ અને સ્ટાફ દ્વારા જરૂરી બાતમીદારો રોકી કામગીરી હાથ ધરી હતી ત્યારે એલસીબી પોલીસ સ્ટેશન ના એએસઆઈ રમેશભાઈ નર્વતસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ ની સોસાયટીમાં થી તા૦૯/૦૧/૨૪ ની રાત્રે કાળા કલરની ફોર વ્હીલર કાર એમ એચ ૦૫ એજે ૧૫૩૯ મા આવેલ ઈસમો એક કાળા કલરની ગાયને જબરજસ્તી થી કાર મા ખેંચતાણ કરી દયનીય હાલત માં લઈ ગયેલ હતા જે કાર મુનાવર યુસુફ મીઠા રે. મુસ્લીમ સોસાયટી બી નીચલીવાડી ગોધરા ની પાસે છે જે હાલમાં કાર લઇને લીલેસરા રોડ ઉપર બ્લુ બેલ સ્કુલ પાસે ઊભો છે જે બાતમી આધારે એલસીબી પોલીસ સ્ટાફ સાથે દોડી જતા હોન્ડા સીઆરવી કાર સાથે મુનાવર યુસુફ મીઠા ને ઝડપી પાડયો હતો પોલીસે પકડેલ ઈસમની ઘનિષ્ટ પુછપરછ કરતા ગત તા ૦૯/૦૧/૨૪ ના રોજ કાર નંબર એમ એચ ૦૫ એજે ૧૫૩૯ લઈને તે પોતે તથા રમીઝ રમજાની મીઠા રે. હેતલી વાડી મુસ્લીમ સોસાયટી બી ગોધરા અને એઝાઝ ભાગલિયા રે. મદની મસ્જીદ પાસે રાટા પ્લોટ ગોધરા એમ ત્રણ ઈસમો ઉપરોક્ત કાર લઇને ભંગાર ની ચોરી કરવા હાલોલ હાઈવે રોડ ઉપર ગયા હતા પરંતુ ભંગાર મળેલ નહી જેથી હાલોલ થી ગોધરા પરત ફરતા રાત્રીના બે કલાકે કાલોલ મા રોડની બાજુમાં કાળા કલરની ગાય દેખાઈ જતા ત્રણેવ જણાએ પકડીને ગાયને કાર મા નાખી હતી અને ગાયની ચોરી કરી ગોધરા લાવેલા અને 

રમીઝ રમજાની મીઠા ગાય ને લઈ ગયો હતો જે મુજબ ની હકીકત ખુલતા કાલોલ પોલીસ મથકે પ્રાણી ક્રુરતા અધિનિયમ અને પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા ની વિવિઘ કલમો હેઠળ નોંધાયેલા ગુનાને શોધી કાઢવામા સફળતા મેળવી હતી.