ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અગાઉ આપેલ લડતના કાર્યક્રમ ના સમાધાન ના ભાગરૂપે તારીખ 16/ 9 /2022 ના રોજ સરકાર શ્રી દ્વારા કેટલાક પ્રશ્નો અંગે સમાધાન કરેલું હતું..
કમલેશ સિંહ દરબાર જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા
જે પૈકી 1 /4 /2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષક/ કર્મચારીઓના જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતે સી.પી.એફ. ધારક કર્મચારીઓ ના 10% ને બદલે 14% રકમ જમા કરવા બાબત.તેમજ 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતા કર્મચારીઓને તમામ પ્રકારની પરીક્ષાઓ માંથી મુક્તિ આપી તેમજ તમામ પ્રકારના લાભો આપવા બાબત. આ બાબતે થયેલ સમાધાન માં આજ દિન સુધી કોઈપણ પ્રકાર ની કાર્યવાહી ન થવાના કારણે નારાજ થયેલ કર્મચારીઓ ના પ્રતિનિધિરૂપે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે, મહામંત્રી શ્રી પ્રાગજીભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી મહિપાલસિંહ દેવડા, ઉપ પ્રમુખ શ્રી જેસુંગભાઇ હડિયા, હરેશભાઈ દરજી, પાંચાભાઇ દેસાઈ, મંત્રી રેખાબેન દેસાઈ, જિલ્લા સંગઠન મંત્રી શ્રી નટુભાઈ, સિનિયર આગેવાન શ્રી જગમાલભાઈ જોશી, જિલ્લા મહિલા મંત્રી શ્રીમતિ રેખાબને દેસાઈ, પાલનપુર તાલુકા સંઘના પ્રમુખ ભરતભાઈ જોષી, દાંતા તાલુકા સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, વડગામ પ્રમુખ કનકસિંહ બારડ, ધાનેરા પ્રમુખ જગમાલભાઈ, દાંતીવાડા પ્રમુખ બાબુલાલ જેગોડા, અમીરગઢ મત્રી શ્રી વિનોદભાઇ પટેલ, દાંતીવાડા મંત્રી સુભાષભાઈ પટેલ , દાંતા કોષાધ્યક્ષ શ્રી દિનેશસિંહ રાઠોડ, મીડિયા કનવીનર શ્રી અશ્વિનભાઈ દરજી, જિલ્લા મંડળીના ડિરેકટર હરેશકુમાર જોષી, અમીરગઢ કોષાધ્યક્ષ રજેસિંહ ચૌહાણ, ડાહ્યાભાઈ પ્રજાપતિ તેમજ જુદા જુદા તાલુકાના સંઘ ના હોદ્દેદારો દ્વારા આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રી, ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને સરકારશ્રી ને તારીખ 16/9 /2022 ના રોજ થયેલ સમાધાન મુજબ કામગીરી કરવા માટે યાદ અપાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો..
આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય મંડળોના પ્રમુખો જેવા કે આરોગ્ય મંડળ, તલાટી મંડળના પ્રમુખશ્રી માધ્યમિક સંઘના પ્રમુખ શ્રી આચાર્ય સંઘના પ્રમુખશ્રી જિલ્લાના મહામંત્રી મનુભાઈ વાળા તેમજ દરેક તાલુકા સંઘના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તેમજ જિલ્લા સંઘના અને તાલુકા સંઘ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા..