મુળી તાલુકાના સરાગામેથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બીયર ટીન તથા બોટલ નંગ-543 કી.રૂ.1, 12,600/-સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપીયા-6,32,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેશ મુળી પોલીસે શોધી કાઢેલ છે.સરા આઉટ પોસ્ટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાનપો.સબ.ઇન્સ ડી.ડી. ચુડાસમાને ખાનગીરાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નં. જી.જે.33 બી 9995 વાળીમાં ગે.કા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી ધ્રાંગધ્રા તરફથી સરા તરફ આવે છે તેવી ચોક્કસ હકીકત આધારેથી ઉપરોક્તનંબર વાળીસ્કોર્પીઓ ગાડી આવતા ઉંભી રાખવા ઇશારો કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી હીન્દુસ્તાન પેટ્રોલપંપ નાગ્રાઉન્ડમાં વાળી લીધેલ જેથી તેઓની પાછળ જઇ તેને કોર્ડન કરી લઇ સ્કોર્પીઓ ગાડીના ચાલક રામકૃષ્ણ સ/ઓ સાવતારામ ઠાકરારામ કાલીરાણા જાતે બિષ્નોઇ ઉ.વ.30 તથા આરોપી નં.(2) મોહનલાલ સ/ઓ ક્રીષ્નારામ ભગલુરામ કાલીરાણા જાતે બિષ્નોઇ ઉ.વ 24 રહે ભવાનીપુરા,સોરામડી ગ્રામ પંચાયત તા સેડવા જી બાડમેર રાજ્ય રાજસ્થાનવાળાએ પોતાની સ્કોર્પીઓ ગાડીમાં ઇંગ્લીશ દારૂ તથા બીયર નોમોટો જથ્થો આકામનાઆરોપીને (3)પ્રકાશકુમાર ખુમારામ જોટ રહે ચાલકના ભાખર કી બીતા સેડવા જી બાડમેર રાજ્ય રાજસ્થાન વાળાના કહેવાથી ઇગ્લીશ દરૂ તથા બીયરનો જથ્થો જેમાં ગોડ ફાધર બીયરટીન 500 મીલી ની બોટલો નંગ-331 જે એકની કી.રૂ.100/- લેખે કુલ કિ.રૂ.33,100/- તથા મેક ડોવેલ્સ નં.1 વ્હીસ્કી ની બોટલો નંગ-212 જે એકની કી.રૂ.375/- લેખે કુલ કિ.રૂ579,500/- એમ કુલ બોટલો નંગ-543 જેની કી.રૂ.1,12,600/- તથા સ્કોરપીઓ ગાડી નં.જી.જે.33 બી 9995 કિ.રૂ.5,00,000/- તથા બેમોબાઇલ ફોન કી.રૂ.20,000/- મળી કુલ રૂ.6,32,600/-નો મુદામાલ રાખી ઉપરોક્ત પ્રોહી મુદામાલ તથાસ્કોરપીઓ ગાડી સાથે પકડાઇજઇ તથા વિદેશી દારૂનો જથ્થોમોકલનાર ઉપરોક્ત આરોપીનં.(3) વાળા હાજર નહી મળી આવતા આરોપીઓ વિરૂધ્ધમાં મુળી પોલીસ સ્ટેશનમાં ધોરણસર કાર્યવાહી કરેલ છે.