"મારી માટી, મારો દેશ"- "માટીને નમન, વીરોને વંદન" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર અને જિલ્લાના અગ્રણીશ્રી ચંદુભાઇ સાવલીયાએ પણ વીરોને શ્રદ્ધાંજલિ આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયેના હસ્તે વીર સ્વાતંત્ર્ય સેનાની ખાંતિલાલ ગિરધરલાલ દેસાઇના સુપુત્ર શ્રી શરદભાઇ દેસાઇ તેમજ નિવૃત આર્મીમેનશ્રી રતનસિંહ ભીખુભા મકવાણા, શ્રી ગીરીશભાઇ ચૌહાણ, શ્રી માધાભાઇ પરમાર અને શ્રી કાંતિભાઇ છગનભાઇ મકવાણાને સન્માનિત કરાયાં હતાં.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોય સહિત અન્ય મહાનુભાવોએ કૃષ્ણસાગર તળાવ ખાતે શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ નાગરિકોએ સેલ્ફી લઇ સોશિયલ મીડીયામાં અપલોડ કરી હતી.
પ્રારંભમાં પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણીએ સૌને આવકાર્યાં હતાં.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ. બલોલીયા, ગ્રામ્ય મામલતદારશ્રી બ્રહ્મભટ્ટ, શ્રી પિનાકીભાઇ મેઘાણી, જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ, બોટાદના નગરજનો,પોલીસ વિભાગના જવાનો શહીદવીરોના પરિવારજનો, નિવૃત આર્મીમેન સહિત બોટાદ નગરપાલિકાના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન બોટાદ નગરપાલિકા દ્વારા કરાયું હતું.
Dharmendra lathigara, Botad