વઢવાણ :1 ઉમેદવારને ખેડૂત વિભાગમાં સૌથી વધુ 422 મત મળ્યા.વઢવાણ યાર્ડની 12 બેઠકની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું. સોમવારે ગણતરી થતા 22માંથી 10 ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો. 12 ઉમેદવારનો વિજય થયો હતો. જેમાં 1 ઉમેદવારને ખેડૂત વિભાગમાં સૌથી વધુ 422, ખરીદ-વેચાણ મંડળી વિભાગમાં 191 મત મળ્યા હતા.વઢવાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠક પર ચૂંટણી જંગ જામ્યો હતો.ખેડૂત મતદાર વિભાગ-10 બેઠક તેમજ ખરીદ-વેચાણ મંડળીની 2 સહિત કુલ 12 બેઠકના 22 ઉમેદવાર માટે રવિવારે મતદાન યોજાયુ હતુ. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 99.3 ટકા, ખરીદ વેચાણ મંડળીની 2 બેઠક માટે 2 87.76 ટકા મતદાન થયું હતુ. જેમાં ખેડૂત મતદાર વિભાગ-10 બેઠકના 19 ઉમેદવારમાંથી 9ની હાર, 10ની જીત થઇ હતી. ખરીદ વેચાણ મંડળીની 2 બેઠકના 3 ઉમેદવારમાંથી 2ની જીત, 1ની હાર થઇ હતી. ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયા, નિલેશભાઈ મેણીયા, એપીએમસીના સેક્રેટરી ડી.બી. ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂત મત વિભાગમાં 19 મત રદ થયા

ખેડૂત વિભાગમાં 19 ઉમેદવારની સામે એક મતદાર 10 મત આપી શકે છે. જ્યારે ખરીદ-વેચાણ મંડળી વિભાગમાં 3 ઉમેદવારની સામે એક મતદાર 2 મત આપી શકે છે. ત્યારે ખેડૂત વિભાગમાં 11 કે તેથી વધુ મત અપાતા તેમજ મતપત્રમાં ભુલ થવી સહિતના કારણોને કુલ મત પેટીમાંથી 566 મત નીકળતા 19 મત રદ થયા હતા. જ્યારે ખરીદ વેચાણ મંડળી વિભાગની મતપેટીમાંથી 215 મતમાંથી એકપણ મત રદ થયો ન હતો.