સુરેન્દ્રનગર ખાતે “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં તા. 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને આ કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 'મારી માટી, મારો દેશ' અભિયાન હેઠળ દેશભરનાં તમામ ગામોની માટીને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર એકઠી કરવામાં આવશે. આ માટીમાંથી "અમૃત મહોત્સવ સ્મારક" તેમજ "અમૃતવાટિકા"નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારકનું નિર્માણ દેશ માટે બલિદાન આપનાર વીર સપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ "આઝાદી કા અમૃત મહોત્સવ"નો શુભારંભ કરાવ્યો હતો. દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને વર્ષોના સંઘર્ષના પરિણામે આ મહામૂલી આઝાદી મળી છે. દેશના દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્રભાવ, રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય એ માટેનો આ કાર્યક્રમ છે.આ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી. ફરજ દરમિયાન શહીદ થયેલ બારડ જયપાલસિંહ ભૂપતસિંહ, પરમાર ભરતસિંહ દીપસંગભાઈ, બશીરભાઈ અહેમદભાઈ મુલ્તાનીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર સેનાની તથા તેમના પરિવારજનોનું અને માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન અને ચીફ ઓફિસર જીગ્નેશભાઈ બારોટ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, અગ્રણી મહેન્દ્રભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ વાલ્મીકિ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદની મૂર્તિનું રામસાગર તળાવમાં વાજતે ગાજતે વિસર્જન
ઝાલોદ વાલ્મીકિ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદની મૂર્તિનું રામસાગર તળાવમાં વાજતે ગાજતે વિસર્જન
दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर हादसा, ट्रक में घुसी कार, भाई-बहन समेत 4 की मौत, ऋषिकेश से लौट रहा था परिवार
सवाई माधोपुर। राजस्थान के सवाई माधोपुर में दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर रविवार सुबह 7 बजे एक कार...
લાંબા ગામે જુગાર રમી રહેલા છ શખ્શો ઝડપાયા.
લાંબા ગામે જુગાર રમી રહેલા છ શખ્શો ઝડપાયા.