ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠની ઈજાને કારણે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેને રિકવરી માટે થોડો સમય લાગશે. તમને જણાવી દઈએ કે, ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની પસંદગી સોમવારે કરવામાં આવી હતી.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા એક્શનમાં પાછો ફરે. અમે તેને એશિયા કપમાં જોખમમાં ન નાખી શકીએ અને ઈજા વધી શકે છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ આ મહિને યોજાનારી એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં પોતાની શ્રેષ્ઠ ટીમને મેદાનમાં ઉતારી છે. એશિયા કપ 27 ઓગસ્ટથી રમાશે.

એશિયા કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.