જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ના ખેતર માં ઉભેલો મગફળી નો પાક સુકાય રહીયો છે જ્યારે આ પાક ને સમય સર પિયત આપવામાં નહીં આવે તો પાક માં નુકશાની થઈ શકે તેમ છે જ્યારે હાલ ખેડૂતો ના ખેતર માં આવેલ કુવાઓમાં પાણી તો છે પણ PGVCL દ્વારા યોગ્ય પાવર નથી આપવામાં આવતો જેને કારણે પાક સુકાઈ રહીયો છે બીજી તરફ PGVCL ફવાર 8 કલાક પાવર આપવામાં આવે છે પણ તેમાં ઝટકા વધુ આવતા હોય છે જેને કારણે પણ વ્યવસ્થિત પિયત કરી શકાતું નથી ત્યારે PGVCL દ્વારા 3 ફેસ પાવર અને એ પણ 8 કલાક પૂરો આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે 

જે માગ ને લઈ ને આજે માળીયા હાટીના મામલતદાર કચેરી ખાતે ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ જે .કે કાગડા ની આગેવાની હેઠળ માળીયા હાટીના મામલતદાર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ આવેદન માં ડી.કે સીસોદીયા, રાજુભાઇ ભલોડિયા.યાસીન બ્લોચ, નારણભાઇ રાઠોડ,ભુપતભાઇ રવૈયા,દોલુભાઈ સીસોદીયા,ડાયાભાઇ જોર ,લખમણભાઈ નદાણીયા ,રઘુભાઈ ભલગરીયા સહિત ના ખેડૂતો જોડાયા હતા અને રેલી યોજી આવેદન આપ્યુ હતું.

જ્યારે આગામી દિવસો માં 8 કલાક પુરી વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન નો માર્ગ અપનાવવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું

ત્યારે જોઈએ તો દર વર્ષે ખેડૂતો ને વીજળી ની સમસ્યા નો સામનો કરવો પડે છે દર વર્ષે ખેડૂતો PGVCL સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે પણ PHVCL ને જાણે કે આદત પડી ગઈ હોય તેમ કોઈ નક્કર પગલાં લઈ શકતું નથી PGVCL દ્વારા યોગ્ય સમયે વિજપોલ અને વિજવાયરો ની યોગ્ય મરામત અને કાળજી ન લેવાતી હોય જેને કારણે વધુ ફોલ્ટ થવાનું સામે આવતું હોય તેવું દેખાય રહીયું છે ત્યારે હવે PGVCL ક્યારે જાગશે અને કયારે  લોકો અને ખેડૂતો ની સમસ્યા નું સમાધાન થશે તે તો જોવાનું જ રહેશે પરંતુ હાલ ખેડૂતો PGVCL ના કારણે પરેશાન બન્યા છે 

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)- સંપર્ક :- 9925095750