"મારી માટી, મારો દેશ"- "માટીને નમન, વીરોને વંદન" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પી.બી.પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ તાલુકા સેવા સદનના પ્રાંગણમાં "મેરી માટી મેરા દેશ" તાલુકાકક્ષાના કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

          જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દયાબેન અણીયાળીયા તેમજ તાલુકાના અગ્રણીશ્રી ભુપતભાઇ જાંબુકીયાએ વીરોને શ્રદ્ધાંજલિ આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા.

            બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય મહાનુભાવોએ તાલુકા સેવા સદનના પ્રાંગણમાં શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સાથે જ જય જવાન જય કિસાનના જયઘોષ સાથે વતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે ઉપસ્થિત સહુએ સેલ્ફી પોઇન્ટ પાસે સેલ્ફી લઈ ઉજવણીમાં સહભાગી થયા હતાં.

         પ્રારંભમાં બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલે સૌને આવકાર્યાં હતાં. અંતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી માંઝરીયાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયુભાઇ ગઢવીએ કર્યું હતું.

           કાર્યક્રમમાં ગ્રામ્ય મામલતદારશ્રી બ્રહ્મભટ્ટ, જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, બોટાદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી સહિત જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ, જિલ્લાના અગ્રણીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, આશાબહેનો સહિત તાલુકા સેવા સદનના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.