મળતી વિગતો પ્રમાણે વરાછા, લંબે હનુમાન રોડ પર ભગીરથ સોસાયટી ખાતે રહેતા કેવલરામ લાલારામ ચૌધરી (ઉ.વ.36, મુળ રાજસ્થાન) ઘરની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આઇ માતા જનરલ સ્ટોરના નામથી કરિયાણાની દુકાન ચલાવે છે. ગત તા.15મીએ સાંજે 8 વાગ્યે અજાણ્યો વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલી હાલતમાં તેમની દુકાને આવ્યો હતો. તેને દુકાનનું શટર અંદરથી નીચે પાડી દઇ કાઉન્ટર પર બેસેલા દુકાનદાર કેવલરામને "કેમ માલ દેતો નથી?" એમ કહીં એલફેલ બોલી કમરના ભાગેથી છરો કાઢી "આ તારો સગો નહિ થાય" એવી ધમકી આપી હતી. ત્યારબાદ તેને બે તેલના ડબ્બા માંગ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ દરમિયાન બહાર રમતો તેમનો દીકરો અને એક ગ્રાહક દુકાનમાં આવતા તે યુવકે છરો મારવાનો ત્રણેય વખત પ્રયાસ કર્યો હતો. પાછળ ખસી જતા કેવલરામનો બચાવ થયો હતો. તેઓ ગભરાઇને તેલના ડબ્બા લેવા જતા દુકાનની બહાર બીજો પણ એક યુવક મોઢે રૂમાલ બાંધેલી હાલતમાં ઉભો જોવા મળ્યો હતો. તે યુવકનો રૂમાલ ખસી જતા રાણા દેવા નીકળ્યો હતો. ગભરાઇને કેવલરામ દોડીને નજીકના દવાખાનામાં ચાલ્યા ગયા હતા. રાણા દેવા પણ તેઓની પાછળ ગયો હતો. અહીં પણ રાણા દેવાએ ધાક-ધમકી આપી તમાશો કર્યો હતો. ડોક્ટર પણ આ ઘટનાથી ચોંકી ગયા હતા. કેવલરામે દવાખાનાના બાથરૂમમાં ઘૂસી જઇ પોલીસ કંટ્રોલમાં કોલ કરી દીધો હતો.
થોડી સમયમાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે, ત્યાં સુધી રાણા દેવા અને તેના સાગરિતો એક્ટિવા મોપેડ પર રૂા.5,250 ની કિંમતના બે તેલના ડબ્બા લૂંટી ભાગી છૂટયા હતા. ત્યારબાદ બીજા દિવસે બપોરે રાણા દેવાના બે સાગરિતોએ દુકાને ધસી આવી કેવલરામની પત્ની નગીનાબેનને પોલીસ ફરિયાદ કરશો તો પેટ્રોલ છાંટી દુકાનને સળગાવી દેવાની ધમકી આપી તેલના ડબ્બા મુકી નાસી છૂટયા હતા. વરાછા પોલીસે રાણા દેવા સાટીયા, રીકીત ઉર્ફે વિક્કી પ્રવિણ સાંગાણી સહિતની ટોળકી સામે ખંડણી અને ધાક-ધમકીના બે ગુના નોંધ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી.