શ્રી વિશ્વકર્મા વંશિયસેના ગુજરાત પ્રદેશ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલ નગરના પાવાગઢ રોડ પર તળાવની પાળે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે પંચાલ પંચ ધર્મશાળા ખાતે વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા વંશીય સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને હાલોલ પંચાલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલ માં મોટર્સવાળા અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ પંચાલ સમાજના અન્ય મહાનુભવોની વિશેષ હાજરીમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે પંચાલ પંચ ધર્મશાળા ખાતે જરૂરિયાતમંદ મહિલાઓના લાભાર્થે શ્રી વિનાયક જનરલ હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સહયોગથી નિશુલ્ક ગાયનેક મેઘા સર્જીકલ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ નિશુલ્ક ગાયનેક મેઘા સર્જીકલ કેમ્પમાં ગર્ભાશય સહિતની સમસ્યાઓની પોતાની બીમારીઓની સારવાર કરાવી હતી અને વિનામૂલ્ય દવા સારવાર મેળવી હતી જ્યારે આઝાદીના સુવર્ણ મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને સમસ્ત પંચાલ સમાજ હાલોલ દ્વારા શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે સમાજનો સ્નેહમિલન તેમજ પૂજા અર્ચના અને આરતી સહિતનો ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાલોલ પંચાલ સમાજના મહિલા પુરુષોએ આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો અને શ્રી ચામુંડા માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી વિશ્વકર્મા વંશીય સેનાના પ્રદેશ અધ્યક્ષ સહિત મહાનુભવોની અધ્યક્ષતામાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે ગાયનેક મેઘા સર્જીકલ કેમ્પ યોજાયો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/08/nerity_f00c3344946446210f23e77d951fe725.jpg)