*બુરખા વાળી સ્ત્રીને ટ્રેનમાં બંદૂક ની નોંક પર જય માતા દી બોલવા મઝબુર કરી હતી*
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી, ઉંમર 33, જેમણે 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં વહેલી સવારે ચાર લોકોની કથિત રીતે ગોળીબાર કરી હત્યા હતી, તેના પર તપાસ કરતા એક અન્ય પણ આરોપ છે કે તેણે બુરખો પહેરેલી મહિલા મુસાફરને ધમકી આપી હતી અને તેને "જય માતા દી " કહેવા માટે દબાણ કર્યું હતું. તપાસ મુજબ, બંદૂકની અણી પર જય માતા દી. બોલવા મઝબુર કરી હતી.
31 જુલાઈ મુંબઈ જયપુર એક્સપ્રેસ ચાલુ ટ્રેનમાં આ હત્યા કાંડ ને RPF ના રેલવે પોલીસ જવાને અંઝામ આપ્યો હતો, જેમ જેમ ચૌધરી કોચમાંથી પસાર થતો હતો, તેણે કથિત રીતે B-3માં બુરખા પહેરેલી મહિલા મુસાફરને નિશાન બનાવ્યું હતું. તેણીના નિવેદનમાં, મહિલાએ તપાસકર્તાઓને કહ્યું હોવાનું જાણવા મળે છે કે તેણે તેની બંદૂક તેના તરફ બતાવી અને તેણીને "જય માતા દી" કહેવા કહ્યું. જ્યારે તેણીએ તે કર્યું, ત્યારે તેણે કથિત રીતે તેણીને તેને ઊંચી અવાઝ માં બોલવાનું કહ્યું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સરકારી રેલવે પોલીસ (જીઆરપી), બોરીવલી, જે કેસની તપાસ કરી રહી છે, તેણે મહિલાની ઓળખ કરી અને તેનું નિવેદન નોંધ્યું. તેણીને મુખ્ય સાક્ષી બનાવવામાં આવી છે. આ સમગ્ર એપિસોડ ટ્રેનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૌજન્ય :
પ્રસિદ્ધ ઈંગ્લીસ ન્યૂઝ ભાષાંતર.