પાટડી તાલુકાના સલી ગામે જુગાર રમતા ચાર અને માનાવડા ગામે જુગાર રમતા ચાર શખશો ઝડપાતા પોલીસે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઝીંઝુવાડા પોલીસે રૂ. 20,100નો મુદામાલ ઝબ્બે કર્યો, જ્યારે દસાડા પોલીસે રૂ.11,600નો મુદામાલ ઝબ્બે કર્યો છે.ઝીંઝુવાડા પીએસઆઈ એસ.એન.સાંખટ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના સલી ગામે જુગાર અંગેનો દરોડો પાડી જેસા કાના માંડવીયા, જીલા જગમાલ માંડવીયા, ભોલા વરસંગ ઠાકોર અને ભીમા સજા ઠાકોરને જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા રોકડા રૂ. 10,110 અને મોબાઈલ નંગ 2, કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 20,110ના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે દસાડા પોલીસ મથકના પીએસઆઈ વી.આઈ.ખડીયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે માનાવાડા ગામે જુગાર અંગેનો દરોડો પાડી પેલાદ મગન દેલવાડીયા, ચતુર કાળુજી ધારિયાલા, ભુપત બાલાજી પંચાસરાને તિનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. 11,600ના મુદામાલ સાથે ઝબ્બે કરી જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.