આજ ના યુગ માં યુવાનો કંઈ ને કંઈ અલગ કરતા જોવા મળે છે .એમાં પણ જો ભારત ના યુવાનો ની વાત કરવામાં આવે તો તે પોતાની આગવી સુજ બુજ ને કારણે દુનિયાભર માં જાણીતા છે ત્યારે બિહાર ના નાનકડા એવા રામપુર ગામ નો યુવાન રવેન્દ્ર કુમાર જે વગર રૂપિયે સાઇકલ લઈ ને ભારત ભ્રમણ કરવા માટે નીકળી પડ્યો છે ત્યારે આ યુવાન દ્વારા જમ્મુ કાશ્મીર ,લદાખ,ઉત્તરાખંડ ,પંજાબ,હરિયાણા ,મધ્યપ્રદેશ,રાજસ્થાન સહિત ના રાજ્યો ફરી ગુજરાત માં આવી પહોંચ્યા હતા ત્યારે તેઓ સોમનાથ મહાદેવ ના દર્શન કરી અને દ્વારિકા થઈ કચ્છ ની મુલાકાત કરી અને પોતાની યાત્રા ને આગળ વધારશે ત્યારે તેની યાત્રા નો મોટિવ રાષ્ટ્રને પ્રમોટ કરવાનો છે તેવું જણાવ્યું હતું
સાથે સાથે બીજો એક કર્ણાટક બેગલુર નો આશુતોષ પણ ભારત ભ્રમણ માટે નીકળ્યો છે જે 35000 હજાર કિલોમીટર ની યાત્રા માં કર્ણાટક,મહારાષ્ટ્ર,અને રાજસ્થાન માં થઈ આજે ગુજરાત પહોંચ્યો હતો ત્યારે તે પણ સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીસ ના દર્શન કરી અને કચ્છ તરફ થઈ અને પોતાની યાત્રા આગળ વધારશે .ત્યારે કર્ણાટક ના યુવક નો મોટિવ તમામ રાજ્યો ના લોકોને મળવાનો અને તેમની રીતભાત જીવનશેલી વિશે માહિતી મેળવી અને યાત્રા પૂર્ણ કર્યા બાદ તેમના પર બુક લખવાનો છે .
ત્યારે આ બંને યુવાનો 22 થી 23 વર્ષ ના છે અને સંપૂર્ણ ભારત ના પ્રવાસે છે ત્યારે ગુજરાત માં ફરતા ફરતા મીડિયા સાથે ની વાત ચિત માં ગુજરાત સેફ અને સુરક્ષિત રાજ્ય હોવાનું જણાવ્યું હતું તેમજ ગુજરાત ના લોકો ખૂબ મદદ કરનાર અને હેલ્પફુલ છે સાથે સાથે લોકો દ્વારા ગુજરાત ના લોકોનો આભાર માન્યો હતો
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750