સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સબંધિત તેમજ વાન ચોરીના ગુન્હાઓ બનતા અટકે,તેમજ વાહન ચોરીના ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા સાહેબની સુચનાથી એસ.ઓ.જી.સ્ટાફની ટીમ તા.14/08/2023ના રોજ સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં પેટ્રાલીંગમાં હતા તે દરમ્યાન રાજપર કેનાલ થી મુળચંદ રોડ ઉપર બે ઇસમો ને નંબર પ્લેટ વગરના મોટર સાઇકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા બંન્ને ઇસમોની પુછપરસ કરતા સદરહુ તેઓની પાસેથી ચોરી કરેલા ગણ મોટર સાઇકલ મળી આવેલ હોય જે (1) કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પલ્સ મો.સા રજી. નં.જી.જે.-13 એએફ-6911 (2)કાળા કલરનું હીરો કંપનીનું પ્લેન્ડર પણ મો.સા રજી. નં.જીજે 13-ડીડી 90998 (3) કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો મો.સા. રજી. નં.જી.જે.-01-પીએલ-0499 કિ.રૂ.70,000/-ના સી.આર.પી.સી. 102 મુજબ કબ્જે કરેલ છે.