ખેડબ્રહ્મા તેરાપંથ ભવન ખાતે પ્રવાસિત આચાર્ય શ્રી મહાશ્રમણજીના આજ્ઞાનું વર્તી શિષ્યા સાધ્વી શ્રી પમિલા કુમારીજીના સાનિધ્યમાં આધ્યાત્મિક વ્યાખ્યાન કાર્યક્રમ ચાલી રહેલ છે જીવન જીવવાની કળા તત્વ જ્ઞાન ભોગ ઉપભોગમાં સીમાકરણની વ્યવહારિક તેમજ આધ્યાત્મિક રીતે પ્રેરણા આપવામાં આવી રહેલ છે ભગવાન મહાવીર દ્વારા પ્રર્વતિત આગાર ધર્મ લોકિક ધર્મ અણગાર ધર્મ લોકોતર ધર્મ વિશે પ્રભાવશાળી રીતે સમજાવતા જણાવ્યું કે વ્યક્તિ જો ભગવાન દ્વારા બતાવેલ 12 વ્રતો નિયમોનું પાલન કરે તો તે વ્યક્તિ જરૂરથી પોતાના કૃત કર્મોથી છુટકારો મેળવી શકે છે દરેક ધર્મોમાં સત્ય અહિંસા અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર ભાર મુકેલ છે આ પાંચ વ્રતો સાંસારીક પ્રાણી માટે સો ટકા આચરમો આવી શકે તેમ નથી અનુવ્રત એટલે કે નાના નાના વ્રતો દ્વારા દરેક ક્ષેત્રે સીમા કરણ કરી શકાય છે મોટા જૂથ થી મોટી હિંસાથી મોટી ચોરી વગેરેની સીમા કરી તેમ જ સ્વદાર સંતોષી રહી જીવન સાર્થક બનાવી શકાય છે માટે દરેક પોતાની જરૂરિયાતની દરેક વસ્તુઓને રાખી બાકીનો ત્યાગ કરવો એ જ સુખી જીવનનો રાજમાર્ગ છે કર્મ બંધનથી મુક્ત થઈ મોક્ષ તરફ પ્રયાણ કરી શકાય છે ઇતિહાસ બતાવે છે કે શ્રીરામ શ્રી કૃષ્ણ તેમજ ઘણા લોકો જેવા કે મહાવીરનો પ્રથમ શ્રાવક આનંદ પટેલ વગેરે કોઈએ અઢળક સંપત્તિ હોવા છતાં છતાં સીમા કરણ કરેલ પોતાની ઈચ્છાઓ ઉપર અંકુશ કરેલ અને ત્યાગ કરી જીવનને ઉન્નત બનાવેલ છે આ બધું સ્વભાવથી વિભાવ મા આવવાથી શક્ય બને છે