સુરેન્દ્રનગર યુનિવર્સિટીને ખુબ ટુંકાગાળામાં અભુતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ છે. વિદ્યાર્થીઓને તેમની કારર્કિદીના ઘડતર માટે સુરેન્દ્રનગર યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે.તે બદલ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઅ ખુબ ખુબ આભાર આપણા જીલ્લાનાં તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ કારર્કીદીના ઘડતર માટે સુરેન્દ્રનગર યુનિવર્સિટી હરહંમેશ અગ્રેસર છે અને રહેશે.સુરેન્દ્રનગર યુનિવર્સિટીએ સુરેન્દ્રનગર જીલ્લો તથા આસપાસના વિસ્તારોમાં ઘણાં વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે ખુબ સારી સફળતા અને નામના મેળવી શકે છે. પરંતુ યોગ્ય તાલીમ અને જાણકારીના અભાવે તેઓ આગળ વધી શકતા નથી, આવા તમામ વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ અને જાણકારીના અભાવે તેઓ આગળ વધી શકતા નથી.આ તમામ વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપીને તેઓને સક્ષમ બનાવવા યુનિર્વસિટી તત્પર છે અને આ તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચતમ શિક્ષણ ક્ષેત્રે પણ ઈચ્છીત કારર્કીદીનું ઘડતર કરી શકે છે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની રમતગમતમાં રસ અને રૂચી જળવાય તે માટેની તાલીમ કેન્દ્રની તથા નેશનલ ગેમ્સ માટે વિદ્યાર્થીઓની પસંદગીની પ્રકિયા શરૂ થઈ ગયેલ છે. અને વિવિધ પ્રકારની રમતોમાં પણ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઈ રહ્યા છે.વધુમાં આ અલગ-અલગ રમતોમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ સરકારી તથા અર્ધસરકારી વિભાગોમાં ભરતી માટે પણ 5 (પાંચ) અતીરીકત ગુણ પ્રાપ્ત થાય છે. જે સરકારી ભરતીની તૈયારી કરતાં તથા રમતગમતમાં રસ ધરાવતા ઝાલાવાડના વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારા સમાચાર છે. આ સમગ્ર પ્રકિયામાં ખુબ જ રસ ધરાવતા સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ચેરમેન શ્રી ઈન્દ્રસિંહ ઝાલા તથા સુરેન્દ્રનગર જીલ્લામાં રમતગમત ક્ષેત્રનાં લોકલાડીલા પ્રશીક્ષક યશપાલસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.