એલ.સી.બી.પોલીસ ઈન્સ્પેકટ વી.વી.ત્રિવેદી એલ.સી.બીના પો.સબ.ઈન્સ.જી.એસ.સ્વામી તથા એલ.સી.બી.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ગઈ તા.12/8/ના રોજ ધ્રાંગધ્રાં સીટી પોલીસ સ્ટેશનમાં વણ સોધાયેલ ચોરીના ગુનાના આરોપી તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા એલ.સી.બી. પો.સબ.ઈન્સ.જી.એસ. સ્વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ. અને ઉંડાણપુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી ધ્રાંગધ્રાં સીટી પો.સ્ટે.ગુ.ર.નં.,આઈ.પી.કલમ મુજબ ના ગુનોમાં ચોરાયેલ એવીચેટર કાળા કલરનું નંબર પ્લેટ વગરના સાથે આરોપી સાહીલ પ્રદીપભાઈ જીતીયા (પરમાર) જાતે.અનુ.જાતી ઉ.વ.22 ધંધો-ડી.સી.જબલ્યુ કંપનીમાં રહે.સર્વોદય સોસાયટી આંબેડકરનગર ધ્રાંગધ્રાં તથા (2)મીત બળદેવભાઈ જાદવ જાતે બારોટ (અનુ.જાતી) ઉ.વ.19 ધંધો-મજૂરી રહે. આંબેડકરનગર કોળીપરાના નાકા પાસે ધ્રાંગધ્રા વાળો ઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રાં સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.