રોટરી ક્લબ ઓફ વઢવાણ ના અધ્યક્ષ સ્થાને ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી ના ભાગરૂપે સુરેન્દ્રનગર અંધ વિદ્યાલય તેમજ મુળચંદ રોડ ઉપર આવેલ અનાથ આશ્રમ ના બાળકોને ફૂડ પેકેટ તથા કંપાસ બોક્સ તેમજ ફ્રેન્ડશીપ બેલ્ટ હાથમાં બાંધીને તથા જંકશન પાસે આવેલ અંધ વિદ્યાલય તથા વૃદ્ધ આશ્રમમાં લોકોને ભોજન તથા આઇસ્ક્રીમ પીરસીને વૃદ્ધ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે રોટરી ક્લબ ના પ્રમુખ અતુલ દોશી. યંગ્ઝ ક્લબ ના પ્રમુખ હર્ષદભાઈ પરમાર. જીઆઇડીસી એસોસિએશન ના પ્રમુખ સુમિત પટેલ. તેમજ રોટરીના સભ્યોએ સેવાકીય પ્રવૃતિ કરીને ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી .