સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ત્યાં જમીન ખેડવા પરિવાર આવ્યો ત્યારે તેમને ત્રણ સંતાન હતા. પોતાના સંતાનોને પરિવાર સાથે જમીનખેડી અને આ પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતો હતો પરંતુ જન જીવનમાં થોડી ઘણી અસરે કોઈ તકલીફ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અંધશ્રદ્ધામાં માનતા લોકોના સંપર્કમાં આ જયદીપભાઇ આવેલા.સંતુલન અંધશ્રદ્ધામાં અને અન્ય કોઈ અગમ્ય કારણોસર આજે જયદીપભાઇ એ પોતાનો માનસિક સ્વભાવ ગુમાવતા પોતાના પત્ની નામુબેન ને જાહેરમાં ખેતરમાં પાવડા ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી રાજકોટ ખસેડાયેલ છે. ઘટનાને લઇ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે જે સમયે હત્યા થઈ ત્યાં આજુબાજુથી અને પોતાના શરીર ઉપર અને પોતાની પત્નીના શરીર ઉપરથી કાળા ધાગાઓ મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અંધશ્રદ્ધા એ હદ વટાવી દીધું હોય તેવું સુરેન્દ્રનગર જિલ્લામાં લાગી રહ્યું છે ત્યારે પતિએ પત્નીની અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાનું ચર્ચા રહ્યું છે જોકે આ મુદ્દે હાલમાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક પત્નીની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.