સુરેદ્રનગરમાં મુળી સોમાસર હાઈવે પર આઇસર ટ્રક પાછળ પૂરઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં આઇસર અને કારના ડ્રાઇવર ઈજાગ્રસ્ત બન્યા હતા. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોના માંડ જીવ બચ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં આઇસરનો ડ્રાઇવર અને કાર ડ્રાઇવરને ઇજાઓ થઇ હતી. આથી આ બંને ચાલકોને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેદ્રનગરમાં મુળી સોમાસર હાઈવે પર સર્જયેલા આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.આ અકસ્માતની ઘટનામાં ધડાકા સાથે અક્સમાત થતા આસપાસના લોકો બચાવા માટે દોડ્યા હતા. જેમાં આઈસર ટ્રકમાં ભયાવહ આગ લગતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં ફાયર બ્રિગેડને બોલવાવાની ફરજ પાડી હતી. અને ફાયરબ્રિગેડ દ્વારા સૌ પ્રથમ ટ્રક કે કારમાં કોઈ ફસાય ગયું નથીને એની તપાસ શરુ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સોમાસર હાઈવે પર વહેલી સવારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં હાઇવે પર લોકોની નજર સામે જ આઈસર ટ્રક પળવારમાં જ બળીને ખાખ થઇ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  The Kerala Story actor Sonia Balani reveals she’s been getting abusive messages on playing a muslim girl who converts others 
 
                      Opening up on the controversy surrounding The Kerala Story, actor Sonia Balani, who plays a...
                  
   Election Results: BJP के आरोपों पर बोले Ram Gopal Yadav, जीतने वाली पार्टी दंगा क्यों करवाना चाहेगी 
 
                      Election Results: BJP के आरोपों पर बोले Ram Gopal Yadav, जीतने वाली पार्टी दंगा क्यों करवाना चाहेगी
                  
   પાલનપુર અમદાવાદ હાઇવે પરથી 1270 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું 
 
                      પાલનપુર અમદાવાદ હાઇવે પરથી 1270 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું
                  
   
  
  
  
   
  