ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા