જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં 77 માં પ્રજાસતાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે માળીયા હાટીના તાલુકા ના ગળુ શહેર ની નામાંકિત દધીચી શેક્ષણીક સ્કૂલ ના KG થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 100 મીટર ના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગળુ શહેર ના વિવિધ માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી જેમાં ગળુ નેશનલ હાઇવે સહિત ખોરાસા રોડ જેવા વિસ્તાર માં રેલી નિકળી હતી ત્યારે આ રેલી ના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ એ દેશ ભક્તિ નો લોકોને સદેશો આપ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દધીચી શેક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ 77 માં રાષ્ટ્રીય પર્વ માં કાર્યક્રમ ના અધ્યક્ષ અને સંસ્થા ના મંત્રી શ્રીમતી નિલાબેન ચુડાસમા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું 

ત્યારે આ કાર્યકમમાં સંસ્થા ના પ્રમુખ શ્રી અરજણભાઈ ચારિયા , પરાગભાઈ ચારિયા, અમિતભાઇ ચારિયા સહિત દિવ્યાબેન ઘોડાદ્રા, દર્શનાબેન ચારિયા ,ગોવિંદભાઇ ચારિયા સહિત સંસ્થા ના દરેક ફેકલ્ટી ના હેડ શ્રીઓ અને સંકુલ ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી શખયમાં જોડાયા હતા.

સાથે સાથે  અધ્યક્ષ શ્રી દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં દેશ ભક્તિ ના ગીતો , અભિનય ગીતો ,નાટકો ,તેમજ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારે આ કાર્યક્રમમાં સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને સંકુલ નું વાતાવરણ દેશ ભક્તિ મય બન્યું હતું

ત્યારે સંસ્થા ના પ્રમુખશ્રી દ્વારા પોતાના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ ને સંબોધ્યા હતા અને પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતું. અંતમાં તમામ કાર્યકમ ની આભાર દિવ્યબેન દ્વારા કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યકમ નું સફળ સંચાલન ભગવાનભાઈ વાળા અને ભાવનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750