સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઇ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિ જયદીપ ઘાડેક દ્વારા પાવડા ના ઘા જીકી અને પોતાની પત્નીની હત્યા કરી નાખવામાં આવી છે.આ ઘટનાને લઇ ભારે ઉહાપો થયો છે. મળતી વિગતો અનુસાર ત્રણ વર્ષ પહેલા અન્ય રાજ્યમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ત્યાં જમીન ખેડવા પરિવાર આવ્યો ત્યારે તેમને ત્રણ સંતાન હતા. પોતાના સંતાનોને પરિવાર સાથે જમીનખેડી અને આ પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતો હતો પરંતુ જન જીવનમાં થોડી ઘણી અસરે કોઈ તકલીફ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અંધશ્રદ્ધામાં માનતા લોકોના સંપર્કમાં આ જયદીપભાઇ આવેલા.અંધશ્રદ્ધામાં અને અન્ય કોઈ અગમ્ય કારણોસર આજે જયદીપભાઇ એ પોતાનો સ્વભાવ ગુમાવતા પોતાના પત્ની નામુબેન ને જાહેરમાં ખેતરમાં પાવડા ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમની સારવાર ડોક્ટરી ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે ઘટનાને લઇ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે સમયે હત્યા થઈ ત્યાં આજુબાજુથી અને પોતાના શરીર ઉપર અને પોતાની પત્નીના શરીર ઉપરથી કાળા ધાગાઓ મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અંધશ્રદ્ધા એ હદ વટાવી દીધું હોય તેવું સુરેન્દ્રનગર જિલ્લામાં લાગી રહ્યું છે ત્યારે પતિએ પત્નીની અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાનું ચર્ચા રહ્યું છે જોકે આ મુદ્દે હાલમાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક પત્નીની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર
બે...
અંધકારથી પ્રકાશ તરફ લઇ જતો પર્વ એટલે દિવાળી
#buletinindia #gujarat #arvalli
मणिपुर में उग्रवादियों ने खाना ले जा रहे ट्रक जलाए:6 लापता की तलाश, मैतेई का 24 घंटे का बंद; केंद्र ने 2000 और जवान भेजे
असम के सिलचर शहर से जिरीबाम के रास्ते आवश्यक सामान लेकर इंफाल जा रहे दो ट्रकों को बुधवार सुबह...
আজি মাজুলীৰ ফুলনীত সন্মিলিত গণশক্তি অসম ও নাৰীশক্তি অসম দলৰ ফুলনী পঞ্চায়ত সমিতি গঠন কৰা হয় ।
আজি মাজুলীৰ ফুলনীত সন্মিলিত গণশক্তি অসম ও নাৰীশক্তি অসম দলৰ ফুলনী পঞ্চায়ত সমিতি গঠন কৰা হয় ।...