હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ૭૭ માં સ્વતંત્રતા પર્વની ભારે દેશભક્તિની ભાવના સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૭ માં આઝાદીના પાવન પર્વની ઉજવણીનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી કોમર્સ કોલેજ ખાતે અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુભાઈ ચતુરભાઈ પરમારની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર વરદ્ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને આન બાન અને શાન સાથે સલામી આપી હતી જે બાદ પોલીસ દ્વારા સુંદર પરેડનું પ્રદર્શન કરાયું હતું જે બાદ જિલ્લા તેમજ તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારા પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકોને રાજ્ય મંત્રી ભીખુભાઈ પરમાર તેમજ કલેકટરના વરદ હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા જે બાદ હાલોલ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લગતા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને યોગના તેમજ દેશભક્તિના ગીતોની ધૂન પર નૃત્યના કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક નૃત્ય ગીત સંગીત સહિતના કાર્યક્રમો નિહાળી ઉપસ્થિત તમામ મહાનુભવો સહિત તમામ જનમેદની વાહ વાહ પોકારી ઉઠી હતી સૌ કોઈ તેઓને તાળીઓના ગડગડાથી વધાવી લીધા હતા જે બાદ ઉપસ્થિત તમામ લોકોએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચ પ્રણના શપથ લીધા હતા જેમાં આઝાદીના ૭૭ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ભીખુભાઈ પરમાર સહિત હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમાર પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત જિલ્લા તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ હાલોલ શહેરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો સહિત નગરના આગ્રણીજનો નગરની તમામ શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાન શાન અને ભારે દેશભક્તિની ભાવના સાથે કોલેજના વિશાળ મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ ૭૭ માં આઝાદીના પાવન પર્વની રંગે ચંગે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথৰ সাকোমঠা চাহ বাগিচাত ভয়াবহ পথ দুৰ্ঘটনা: থিতাতে নিহত এজন বাইক আৰোহী
বিশ্বনাথৰ সাকোমঠা চাহ বাগিছাৰ বৰপুখুৰী ৰোডত সংঘটিত হল ভয়াবহ পথ দুৰ্ঘটনা।তীব্ৰ বেগী মটৰ চাইকেলে...
NIA Attack: 'ये संदेशखाली 2.0 से कम नहीं, कैसे सुरक्षित होंगे मां माटी और मानुष', ममता सरकार को BJP ने लिया आड़े हाथ
BJP question Mamata govt मेदिनीपुर में एनआईए के अधिकारियों पर हुए हमले के बाद भाजपा ने...
BANASKATHA// પાલનપુર , ફુડ પોઈઝનિંગ જેવા રોગો નાથવા આરોગ્ય અને નગરપાલિકા ની 6 ટીમોએ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી..
ઉનાળાની ઋતુમાં કમળો, ટાઇફોઇડ, ફુડ પોઈઝનિંગ જેવા રોગો નાથવા આરોગ્ય અને નગરપાલિકાની 6 ટીમોએ ખાદ્ય...
তিৱা যুব ছাত্ৰ পৰিষদৰ বিশেষ অভিবৰ্তন
একত্ৰিত হল বহুধাবিভক্ত তিৱা যুব ছাত্র পৰিষদ । মধ্য অসমৰ ভুমিপুত্ৰ তিৱা সকলৰ ছাত্ৰ সংগঠনটোৱে...