હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ૭૭ માં સ્વતંત્રતા  પર્વની ભારે દેશભક્તિની ભાવના સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૭ માં આઝાદીના પાવન પર્વની ઉજવણીનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લા  તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી કોમર્સ કોલેજ ખાતે અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુભાઈ ચતુરભાઈ પરમારની અધ્યક્ષતામાં  રાખવામાં આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર વરદ્ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને આન બાન અને શાન સાથે સલામી આપી હતી જે બાદ પોલીસ દ્વારા સુંદર પરેડનું પ્રદર્શન કરાયું હતું જે બાદ જિલ્લા તેમજ તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારા પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકોને રાજ્ય મંત્રી ભીખુભાઈ પરમાર તેમજ કલેકટરના વરદ હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા જે બાદ હાલોલ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લગતા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને યોગના તેમજ દેશભક્તિના ગીતોની ધૂન પર નૃત્યના કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક નૃત્ય ગીત સંગીત સહિતના કાર્યક્રમો નિહાળી ઉપસ્થિત તમામ મહાનુભવો સહિત તમામ જનમેદની વાહ વાહ પોકારી ઉઠી હતી સૌ કોઈ તેઓને તાળીઓના ગડગડાથી  વધાવી લીધા હતા જે બાદ ઉપસ્થિત તમામ લોકોએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચ પ્રણના શપથ લીધા હતા જેમાં આઝાદીના ૭૭ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ભીખુભાઈ પરમાર સહિત હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમાર પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત જિલ્લા તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ હાલોલ શહેરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદારો સહિત નગરના આગ્રણીજનો નગરની તમામ શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાન શાન અને ભારે દેશભક્તિની ભાવના સાથે કોલેજના વિશાળ મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ ૭૭ માં આઝાદીના પાવન પર્વની રંગે ચંગે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી